રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અફઘાનિસ્તાનનો આ ક્રિકેટર

Published: Oct 04, 2020, 13:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડનના અંતરિમ મુખ્ય કાર્યકારી નઝીમ જાર અબ્દુલરહીમજઈએ જણાવ્યું કે તે આ વાતને લઈને આશ્વસ્ત નથી કે નજીબ આ સ્થિતિમાં કમબૅક કરી શકશે નહીં.

નજીબ તારાકઇ
નજીબ તારાકઇ

અફઘાનિસ્તાન (Afghanistan)ના બેટ્સમેન નજીબુલ્લાહ તારાકઈ રોડ અકસ્માત (Road Accident)માં ઇજાગ્રસ્ત થઈ ગયા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડનના અંતરિમ મુખ્ય કાર્યકારી નઝીમ જાર અબ્દુલરહીમજઈએ જણાવ્યું કે તે આ વાતને લઈને આશ્વસ્ત નથી કે નજીબ આ સ્થિતિમાં કમબૅક કરી શકશે નહીં.

અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડે ટ્વીટ કરીને જણાવ્યું કે, "અમે સંબંધિત અથૉરિટીના સતત સંપર્કમાં છીએ જેથી તેમને શક્ય તેટલું જલ્દી કાબુલ કે અફઘાનિસ્તાનથી બહાર ક્યાંક શિફ્ટ કરી શકીએ. એસીબી સ્ટાફ અને નેતૃત્વ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છીએ."

નજીબ પૂર્વ નનગારહરમાં કિરાણા સ્ટોરમાંથી નીકળીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ ત્યાંથી પસાર થતી કાર સાથે અથડાયા બાદ તેને તરત જ હસ્પિટલ લઈ જવામાં આવ્યો. અબ્દુલરહીમજઈએ કહ્યું કે નજીબ શુક્રવારે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ ગયો અને તે હજી પણ આઇસીયૂમાં છે. તેની સ્થિતિ સ્થિર નથી અને ડૉક્ટરોનું કહેવું છે કે તેને ખૂબ જ ગંભીર ઇજા થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK