બાકુમાં ચેસ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યા પછી મીડિયા સાથે વાત કરતા આર પ્રજ્ઞાનાનંદે મેગ્નસ કાર્લસન સાથેની તેની રોમાંચક ફાઇનલ મેચ પર પ્રકાશ પાડ્યો હતો. તેણે કહ્યું હતું કે મારે હજુ પણ બેસ્ટ બનવા માટે સુધારો કરવો પડશે. તેણે પોતાની આખી રમત સફર વિશે વાત કરી હતી.