પહેલવાન બજરંગ પુનિયા વધુ એક મહિનો અમેરિકામાં ટ્રેઇનિંગ લેશે
બજરંગ પુનિયા
ચોથી ડિસેમ્બરથી અમેરિકામાં ટ્રેઇનિંગ લઈ રહેલો ભારતીય પહેલવાન બજરંગ પુનિયાને ત્યાં વધુ એક મહિનો ટ્રેઇનિંગ લેવાની મંજૂરી મળી છે. ૬૫ કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તી કૅટેગરીમાં જપાન લિમ્પિક માટે પુનિયા પહેલાં જ ક્વૉલિફાય કરી ચૂક્યો છે. આ વધારાની એક મહિનાની ટ્રેઇનિંગનો આશરે ૧૧.૬૫ લાખનો ખર્ચ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ઉઠાવશે.
પુનિયા હવે માર્ચમાં રોમમાં યોજાનારી એ રૅન્કિંગ સિરીઝ સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યાર બાદ કઝાકિસ્તાનમાં યોજાનારી એશિયન ચૅમ્પિયનશિપમાં રિંગમાં ઊતરશે.