સાઇના નેહવાલને લાગે છે કે જો તે બૅડ્મિન્ટન રમવાને બદલે ટેનિસ રમી હોત તો તે એક ખેલાડી તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.
સાઇના નેહવાલ
ભારતની સાઇના નેહવાલે બૅડ્મિન્ટન ખેલાડી તરીકે ઘણી સિદ્ધિઓ મેળવી છે, તે વિશ્વમાં ટોચનું રૅન્કિંગ હાંસલ કરનાર પ્રથમ ભારતીય મહિલા શટલર બની હતી. જોકે સાઇના નેહવાલને લાગે છે કે જો તે બૅડ્મિન્ટન રમવાને બદલે ટેનિસ રમી હોત તો તે એક ખેલાડી તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકી હોત.
રાષ્ટ્રપતિ ભવનમાં ‘હર સ્ટોરી - માય સ્ટોરી’ના સેશન દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘ક્યારેક મને લાગે છે કે મારાં માતા-પિતાએ મને ટેનિસનું રૅકેટ આપ્યું હોત તો સારું થાત. એમાં વધુ પૈસા હતા અને મને લાગે કે હું એમાં વધુ શક્તિશાળી બની હોત. હું બૅડ્મિન્ટન કરતાં ટેનિસમાં સારું પ્રદર્શન કરી શકી હોત.’

