દિલ્હીની વર્લ્ડ બૉક્સિંગમાં નીતુ, સ્વીટી પછી વધુ બે ભારતીય બૉક્સર જીતી ટાઇટલ : નિખતે મૅરી કૉમની બરોબરી કરી
નિખત ફરી વર્લ્ડ ચૅમ્પિયન : લવલીના પણ વિશ્વવિજેતા
ભારતની ટોચની બૉક્સર નિખત ઝરીને ગઈ કાલે દિલ્હીમાં મુક્કાબાજીની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતની જ લવલીના બોર્ગોહેઇને પણ પોતાના વર્ગમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો.
નિખતે ૫૦ કિલો લાઇટ ફ્લાયવેઇટ વર્ગના નિર્ણાયક મુકાબલામાં બે વાર એશિયન ચૅમ્પિયન બનેલી વિયેટનામની ઍન્ગુયેન થિ ટૅમને ૫-૦થી હરાવી દીધી હતી.
ADVERTISEMENT
દિલ્હીમાં પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા કે. ડી. જાધવ ઇન્ડોર હૉલમાં નિખતે આસાનીથી જીતીને હૉલમાં ઉપસ્થિત તમામ લોકોની પ્રશંસા મેળવી હતી અને મેડલ સ્વીકારતી વખતે તેમનું અભિવાદન કર્યું હતું.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ માટે નિખત અને લવલીના ક્વૉલિફાય
નિખત ઝરીન ગયા વર્ષે બાવન કિલો વર્ગમાં ચૅમ્પિયન બની હતી. બે વર્લ્ડ ટાઇટલ જીતનારી ભારતની એમ. સી. મૅરી કૉમ પછીની બીજી જ ભારતીય મહિલા બૉક્સર છે.
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અગાઉ બે બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની લવલીનાએ ગઈ કાલે આ સ્પર્ધામાં પહેલી વાર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે ૭૫ કિલો વર્ગની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની કૈટલિન પાર્કરને ૫-૨થી હરાવી હતી. સેમી ફાઇનલમાં લવલીનાએ ચીનની લિ કિઆનને પરાસ્ત કરી હતી.


