ગોલ્ડન ગર્લ પારુલ ચૌધરી બ્રૅન્ડ ઍમ્બૅસૅડર
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ લેવલે વસઈ વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન મૅરથૉનની ૧૧મી એડિશન રવિવાર ૧૦ ડિસેમ્બરે યોજાશે. વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશના કમિશનર અનિલકુમાર પવારે ગઈ કાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ વખતે પ્રાઇઝ-મનીમાં ૫૪ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, પણ વધુમાં વધુ લોકો આમાં જોડાઈ શકે એ માટે રજિસ્ટ્રેશન-ફીમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. રજિસ્ટ્રેશન વેબસાઇટ www.vvmm.in પર પુરજોશમાં ચાલુ છે. રજિસ્ટ્રેશન માટે ૨૦ નવેમ્બર છેલ્લો દિવસ છે. ઑગસ્ટમાં બૅન્ગકૉકમાં યોજાયેલી એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ રેસમાં ગોલ્ડ મેડલ જીતનાર પારુલ ચૌધરીને આ એડિશનની બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. ટ્રાફિક, પ્રદૂષણ વગેરેને ધ્યાનમાં રાખીને આ વખતે રેસનો સમય અડધો કલાક વહેલો કરવામાં આવ્યો છે.

