પુણેના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની ચોથી સીઝન શરૂ થઈ હતી
પુણેની પત્રકાર-પરિષદ દરમ્યાન (ડાબેથી) ચેન્નઈની ટીમનો શરથ કમલ, બૅન્ગલોર સ્મૅશર્સની મનિકા બત્રા, દબંગ દિલ્હીનો જી. સાથિયાન અને યુ મુમ્બાની અમેરિકન ખેલાડી લિલી ઝાન્ગ.
પુણેના શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની ચોથી સીઝન શરૂ થઈ હતી. પ્રથમ દિવસના રોમાંચક મુકાબલા પછી હવે આજે ભારતની ટોચની ખેલાડી મનિકા બત્રા અને સનીલ શેટ્ટી તેમ જ માનવ ઠક્કર, દિયા ચિતળે અને મોઉમા દાસના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.
બૅન્ગલુરુ સ્મૅશર્સ ટીમના ભારતીય ખેલાડીઓમાં મનિકા ઉપરાંત સનીલ શેટ્ટી અને પૉયમેન્ટી બૈશ્વાનો અને કઝાખસ્તાનના કિરિલ ગેરાસિમેન્કો અને પોલૅન્ડની નતાલિયા બૅજોરનો સમાવેશ છે. યુ મુમ્બા ટીમમાં ભારતના માનવ ઠક્કર, દિયા ચિતળે, સુધાંશુ ગ્રોવર, મોઉમા દાસ તેમ જ વિદેશીઓમાં અમેરિકાની લિલી ઝાન્ગ તથા નાઇજિરિયાનો અરુના ક્વૉડ્રી છે.


