૨૦૧૧ પછી પહેલી વખત મહિલા ડબલ્સ જોડીએ મેડલ સુનિશ્ચિત કર્યો
ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદ
દિલ્હીમાં આયોજિત વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ 2026માં મહિલા ડબલ્સની જોડીએ યજમાન ભારતનો પહેલો મેડલ સુનિશ્ચિત કર્યો છે. ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદ આજે બપોરે ચીનની હરીફ જોડી સામે સેમી-ફાઇનલ રમશે અને ફાઇનલમાં એન્ટ્રી મેળવવાનો પ્રયાસ કરશે. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ભારતની મહિલા ડબલ્સ જોડી ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે ચોથી ક્રમાંકિત ચીની જોડીને ૧૬-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી હતી. આ જીતથી ભારતીય જોડીએ ઓછામાં ઓછો બ્રૉન્ઝ મેડલ મળવાની ખાતરી કરી લીધી છે. ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદ વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા ડબલ્સ જોડી બની છે. અગાઉ ટુર્નામેન્ટમાં ભારતની વિમેન્સ ડબલ્સની જોડી તરીકે ૨૦૧૧માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
