Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીમાં વર્લ્ડ બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ વખતે વાંદરાઓને ભગાવવા લંગૂરની નકલ કરનારા ૪ લોકોને તહેનાત કરાયા

દિલ્હીમાં વર્લ્ડ બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ વખતે વાંદરાઓને ભગાવવા લંગૂરની નકલ કરનારા ૪ લોકોને તહેનાત કરાયા

Published : 12 August, 2026 07:22 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ પહેલાં વાંદરાઓના ત્રાસથી બચવા સ્ટેડિયમમાં લંગૂરના અવાજની નકલ કરી શકતા ચાર લોકોને તહેનાત કરાયા છે.

દિલ્હીમાં વર્લ્ડ બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ વખતે વાંદરાઓને ભગાવવા લંગૂરની નકલ કરનારા ૪ લોકોને તહેનાત કરાયા

દિલ્હીમાં વર્લ્ડ બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ વખતે વાંદરાઓને ભગાવવા લંગૂરની નકલ કરનારા ૪ લોકોને તહેનાત કરાયા


દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ૧૭ ઑગસ્ટથી વર્લ્ડ બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ શરૂ થશે. આ સ્ટેડિયમને લગભગ ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું છે. આ ટુનામેન્ટમાં સ્ટેડિયમની તમામ પ્રકારની સુવિધાઓ પર આયોજકોએ ધ્યાન આપ્યું છે. બીજી બધી સુવિધાઓ તો ઠીક, પરંતુ આ ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ઇવેન્ટમાં વાંદરાઓનો ત્રાસ ન થાય એની બહુ ચિંતા થઈ રહી છે કેમ કે આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયા ઓપન ટુર્નામેન્ટ દરમ્યાન સ્ટેડિયમમાં વાંદરાઓ આવી ચડ્યા હતા અને જબરી ફજેતી થઈ હતી. આવું ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં ન થાય એ માટે આયોજકોએ લંગૂરના અવાજ કાઢી શકે એવા ચાર લોકોને ગ્રાઉન્ડમાં તહેનાત કર્યા છે. ટુર્નામેન્ટની તૈયારીઓ જોવા માટે સ્ટેડિયમની ટૂર લેવા માટે આવેલા પત્રકારો સામે લંગૂર જેવો જ અવાજ કાઢતા એક ભાઈએ વાંદરા ભગાડવાની કલા દેખાડી હતી. વાંદરાઓ લંગૂરથી ડરતા હોય છે અને એટલે એનો અવાજ સાંભળીને ત્યાંથી ભાગી જાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 07:22 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK