થોડા દિવસ પહેલાં રુબિયાલ્સે જે સમારંભમાં પ્રમુખપદેથી પોતે રાજીનામું નહીં જ આપે એવું જે સ્પીચમાં કહ્યું હતું
ફાઇલ તસવીર
સ્પેનમાં એક તરફ હાઈ કોર્ટના ન્યાયાધીશે બે દિવસ પહેલાં પ્રચંડ દબાણ બાદ છેવટે સ્પૅનિશ સૉકર ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપનાર લુઇસ રુબિયાલ્સ વિરુદ્ધ વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ખેલાડી જેની હર્મોસોને સ્ટેજ પર કિસ કરવાના બનાવમાં તપાસ શરૂ કરી છે ત્યારે બીજી બાજુ સ્પેનની મેન્સ ફુટબૉલ ટીમના કોચ લુઇસ દ લા ફન્ટેનો સિરિયલ કિસર રુબિયાલ્સ પ્રત્યેનો અભિગમ ચર્ચાસ્પદ થયો છે.
થોડા દિવસ પહેલાં રુબિયાલ્સે જે સમારંભમાં પ્રમુખપદેથી પોતે રાજીનામું નહીં જ આપે એવું જે સ્પીચમાં કહ્યું હતું એ સ્પીચને ફન્ટેએ બિરદાવી હતી અને એક પ્રતિક્રિયામાં રુબિયાલ્સના કિસિંગના બનાવ વિશે પુછાતાં કહ્યું કે ‘તેમને માફ કરી દેવા જોઈએ.’
ADVERTISEMENT
રુબિયાલ્સ વિરુદ્ધ ન્યાયાધીશે જે તપાસ શરૂ કરી છે એમાં જો તેઓ કસૂરવાર પુરવાર થશે તો તેમને દંડ તેમ જ ચાર વર્ષ સુધીની કેદની સજા થઈ શકે. જેની હર્મોસોએ કહ્યું કે તેણે રુબિયાલ્સને કિસ કરવાની કોઈ સંમતિ નહોતી આપી. જોકે રુબિયાલ્સ કહે છે કે જેનીની સહમતીથી જ મેં તેને કિસ કરી હતી.