આ પ્રસંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજીજુ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ-કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હાજર હતા.
સાનિયાએ હૈદરાબાદથી શરૂ થયેલી ટેનિસ-સફર આખરે ત્યાં જ પૂરી કરી
ભારતની ટોચની ટેનિસ ખેલાડી ૩૬ વર્ષની સાનિયા મિર્ઝાએ ઇન્ટરનૅશનલ ટેનિસ કરીઅર થોડા દિવસ પહેલાં દુબઈમાં પૂરી કરી હતી, પરંતુ રવિવારે તે ૨૦ વર્ષની શાનદાર કારકિર્દીની છેલ્લી મૅચ હોમટાઉન હૈદરાબાદમાં રમી હતી. ૨૦ વર્ષ પહેલાં હૈદરાબાદમાં રમીને તેણે ટેનિસની સફર શરૂ કરી હતી અને ગઈ કાલે તે આ જ શહેરમાં એક્ઝિબિશન મૅચ રમી હતી. આ શહેરમાં તે ઘણી યાદગાર મૅચો જીતી હતી. તે આ મૅચ બેસ્ટ ફ્રેન્ડ બેથની મટૅક-સૅન્ડ્સ, રોહન બોપન્ના, કૅરા બ્લૅક તેમ જ બીજા પ્લેયર્સ સાથે રમી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજીજુ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ-કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હાજર હતા.

