ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અબુ ધાબી ઓપનમાં સાનિયા મિર્ઝા પહેલા રાઉન્ડમાં જ બહાર

અબુ ધાબી ઓપનમાં સાનિયા મિર્ઝા પહેલા રાઉન્ડમાં જ બહાર

08 February, 2023 01:43 PM IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થતી દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે

સાનિયા મિર્ઝા Abu Dhabi open WTA

સાનિયા મિર્ઝા

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની અમેરિકાની ડબલ્સની પાર્ટનર બેથાની માટેક સૅન્ડ્સ અબુ ધાબી ઓપન ડબ્લ્યુટીએ ૫૦૦ ટેનિસ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. સાનિયા અને બેથાની સોમવારે વિમેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં બેલ્જિયમ અને જર્મનની જોડી કર્સ્ટન ફ્લિપકેન્સ અને લૌરા સિગમન્ડ સામે ૩-૬, ૪-૬થી હારી ગઈ હતી. આ હારને કારણે ૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર સાનિયા તેની નિવૃત્તિની વધુ નજીક આવી ગઈ છે. તેણે ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થતી દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે, જેમાં તે અમેરિકન ખેલાડી મેડિસન ​કીઝ સાથે વિમેન્સ ડબલ્સ રમશે. ગયા મહિને ઑસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ્ડ ડબલ્સમાં રનર્સઅપ રહીને તેણે ગ્રૅન્ડ સ્લૅમ કરીઅરને અલવિદા કરી દીધી હતી. સાનિયા મેલબર્ન પાર્કમાં જ મહેશ ભૂપતિ સાથે ૨૦૦૯માં પહેલી વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતી હતી.


08 February, 2023 01:43 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK