Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પી. વી. સિંધુ જપાન ઓપનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

પી. વી. સિંધુ જપાન ઓપનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

Published : 19 July, 2026 11:29 AM | Modified : 19 July, 2026 12:40 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુ જપાન ઓપન 2026ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આજે ફાઇનલમાં પી.વી. સિંધુની ટક્કર વર્લ્ડ નંબર થ્રી એવી જપાનની અકાને યામાગુચી સામે થશે.

પીવી સિંધુ

પીવી સિંધુ


બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુ જપાન ઓપન 2026ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
જપાન ઓપન 2026ની સેમી-ફાઇનલમાં સિંધુ વિશ્વની ચોથા નંબરની ચેન યુફેઇ સામે ૨૧-૧૯, ૧૫-૧૦થી આગળ હતી ત્યારે હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે તેને મૅચમાંથી ખસી જવાની ફરજ પડી હતી. ૨૦૨૪ પછી આ પહેલી વાર છે જ્યારે સિંધુ કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. છેલ્લે તેણે સૈયદ મોદી ઇન્ટરનૅશનલની ફાઇનલ મૅચ રમી હતી.
આજે ફાઇનલમાં પી.વી. સિંધુની ટક્કર વર્લ્ડ નંબર થ્રી એવી જપાનની અકાને યામાગુચી સામે થશે. આ હરીફ સામે હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં પી.વી. સિંધુ ૧૫-૧૪થી આગળ છે. જોકે અકાને યામાગુચી સિંધુ સામે ઑસ્ટ્રેલિયા ઓપન 2026ની સેમી-ફાઇનલ સહિત છેલ્લી પાંચ મૅચમાંથી ચાર મૅચ જીતી છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 12:40 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK