Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Paris Olympics 2024 માં ભારતનું ખાતું ખૂલ્યું, 10 મીટર શૂટિંગમાં જીત્યું બ્રોન્ઝ

Paris Olympics 2024 માં ભારતનું ખાતું ખૂલ્યું, 10 મીટર શૂટિંગમાં જીત્યું બ્રોન્ઝ

28 July, 2024 08:20 PM IST | Paris
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Paris Olympics 2024: મનુ ભાકરને PM નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સચિન તેન્ડુલકરન સહિત અનેક લોકોએ અભિનંદન આપી તેના પરાક્રમની પ્રશંસા કરી છે.

મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક 2024 માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યું (તસવીર: PTI)

Paris Olympics 2024

મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક 2024 માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યું (તસવીર: PTI)


ફ્રાન્સમાં પૅરિસ ઑલિમ્પિક 2024ની (Paris Olympics 2024) જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ઑલિમ્પિકમાં ગયેલા ભારતના દરેક એથલિટ્સ સારું પરફોર્મ કરી રહ્યા છે, એવામાં ભારતની ટોચની શૂટર મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિકમાં 10 મીટર ‘ઍર પિસ્તોલ ઈવેન્ટ’માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય સ્પોર્ટ્સના ઈતિહાસમાં પોતાનું નામ દાખલ કર્યું છે. મનુ ભાકરને તેની કારકિર્દી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતના સ્પોર્ટ્સ જગતના અનેક દિગ્ગજોએ અભિનંદન આપી તેના પરાક્રમની પ્રશંસા કરી છે.





ભાકરના અતૂટ નિશ્ચય અને ઉત્તમ પ્રદર્શથી તે ઑલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર જ નહીં પરંતુ દેશની અત્યંત પ્રતિષ્ઠિત શૂટિંગ ટીમ માટે 12 વર્ષના લાંબા સમય બાદ પહેલો મેડલ જીતનારી ખેલાડી બની છે. મનુ ભાકરએ પૅરિસ ગેમ્સમાં ભારત માટે પહેલું મેડલ જીત્યું છે જેથી હવે ભારત વધુ કેટલા મેડલ જીતશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને શુભેચ્છા (Paris Olympics 2024) આપતા લખ્યું “એક ઐતિહાસિક મેડલ! શાબાશ, @realmanubhaker, #ParisOlympics2024માં ભારત માટે પહેલું મેડલ જીતવા બદલ! બ્રોન્ઝ માટે અભિનંદન. આ સફળતા વધુ વિશેષ છે કારણ કે તે ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે. એક અવિશ્વસનીય સિદ્ધિ!”

તે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ સિદ્ધિની પ્રશંસા કરતા લખ્યું કે “તે અસંખ્ય એથ્લેટ્સ માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે કામ કરશે. મનુ ભાકરને પૅરિસ ઑલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ સાથે ભારતની મેડલ ટેલીની શરૂઆત કરવા બદલ હાર્દિક અભિનંદન. શુટિંગ સ્પર્ધામાં ઑલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. ભારતને મનુ ભાકર પર ગર્વ છે. તેની આ સિદ્ધિ ઘણા ખેલાડીઓને, ખાસ કરીને મહિલાઓને પ્રેરણા આપશે. હું ઈચ્છું છું કે તે ભવિષ્યમાં સિદ્ધિની વધુ ઊંચાઈઓ સર કરે,".

આ સાથે દેશના રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું, "એક ગર્વની ક્ષણ, @realmanubhaker એ #ParisOlympic2024 માં મહિલાઓની 10m એર પિસ્તોલમાં ભારતનો પહેલો મેડલ, બ્રોન્ઝ જીત્યો! અભિનંદન મનુ, તમે તમારું કૌશલ્ય અને સમર્પણ દર્શાવ્યું છે, તમે ઑલિમ્પિક મેડલ (Paris Olympics 2024) જીતનારી પ્રથમ મહિલા શૂટર બની ગયા છો!" 

ક્રિકેટર સચિન તેન્ડુલકરને પૅરિસમાં ભાકરની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેનો આનંદ અને પ્રશંસા વ્યક્ત કરી હતી. સચિને ટ્વીટ કરીને લખ્યું "મેડલ ટેલીમાં ઓફ ધ માર્ક અને શૂટિંગ સાથે માર્ક પર! @realmanubhaker, પૅરિસ ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ જીતવા બદલ અભિનંદન. ટોક્યોમાં હાર્ટબ્રેક પર કાબુ મેળવ્યા પછી, તમે #Paris2024 માં બ્રોન્ઝ જીતવા માટે અપાર તાકાત અને નિર્ધાર બતાવ્યો છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે,".

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 08:20 PM IST | Paris | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK