વિનેશ ફોગાટની અપીલ પરનો નિર્ણય પાછો મોકૂફ, હવે ૧૬ આૅગસ્ટે ફેંસલો થશે
વિનેશ ફોગાટ
કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટના ઍડ હૉક વિભાગે ફરી પાછો વિનેશ ફોગાટની અપીલ પરનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ગઈ કાલે આવનારો નિર્ણય હવે ૧૬ ઑગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ત્રીજી વાર નિર્ણય મોકૂફ રાખવામાં આવતાં ભારતીય કુસ્તીબાજ માટે ન્યાયની રાહ લાંબી થઈ ગઈ છે.
૨૯ વર્ષની વિનેશને ગયા અઠવાડિયે બુધવારે ૧૦૦ ગ્રામ વજન વધારે હોવાને કારણે મહિલાઓની ૫૦ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ફાઇનલ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. હવે ૧૬ ઑગસ્ટે ભારતીય સમય અનુસાર રાતે ૯.૩૦ વાગ્યા સુધીમાં નિર્ણય સંભળાવવામાં આવશે. અયોગ્ય જાહેર થવાને કારણે ફાઇનલ ન રમી શકનાર વિનેશ ફોગાટ સિલ્વર મેડલની આશા રાખી રહી છે, પણ હવે તેના ઇમોશન સાથે રમત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.