કૅપ્ટન હરમનપ્રીત સિંહના ગોલે ભારતને રિયો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે મૅચને ૧-૧થી ડ્રૉ કરવામાં મદદ કરી હતી
ભારતની ટીમ
અંતિમ વ્હિસલ વાગવાની એક મિનિટ પહેલાં પેનલ્ટી કૉર્નરમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહના ગોલે ભારતને રિયો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન આર્જેન્ટિના સામે મૅચને ૧-૧થી ડ્રૉ કરવામાં મદદ કરી હતી. આ પહેલો ગોલ ભારતને આ મૅચમાં મળેલા દસમા પેનલ્ટી કૉર્નર પર મળ્યો હતો. છેલ્લી મૅચમાં પણ ભારતે ૫૯મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોક પર હરમનપ્રીત સિંહના ગોલને કારણે ન્યુ ઝીલૅન્ડને ૩-૨ના સ્કોરથી હરાવ્યું હતું. આજે સાંજે ૪.૪૫ વાગ્યે ભારતીય ટીમ આયરલૅન્ડ સામે મહત્ત્વપૂર્ણ મૅચ રમશે.

