ક્રિકેટ બોર્ડના આ નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે
ફાઇલ તસવીર
ઑલિમ્પિક્સ જેવી મેગા-ઇવેન્ટમાં દુનિયાભરના ખેલાડીઓને પાછળ છોડી મેડલ જીતવું સરળ કામ નથી એટલે જ દુનિયાભરમાં દેશને મેડલ અપાવનાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે. વર્તમાન ભારત સરકાર ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારને ૭૫ લાખ, સિલ્વર જીતનારને ૫૦ લાખ અને બ્રૉન્ઝ મેડલ જીતનારને ૩૦ લાખ રૂપિયાની પ્રાઇઝ મની આપે છે. રાજ્ય સરકાર પણ દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓની તિજોરી ભરવામાં કોઈ કસર નથી છોડતી. પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગઈ કાલે ભારતીય ઑલિમ્પિક સંઘને ૮.૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ક્રિકેટ બોર્ડના આ નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે.


