તેમણે મિક્સ્ડ-ડબલ્સમાં લક્ઝમબર્ગનાં શિઆ લિઆન નિ અને લુકા મ્લાડેનોવિચની જોડીને ૩-૨થી હરાવી હતી.

મનિકા બત્રા અને સાથિયાન જ્ઞાનશેખરનની ભારતીય જોડી
મનિકા-સાથિયાનની જોડી વિશ્વસ્પર્ધાનો રોમાંચક મુકાબલો જીતી
મનિકા બત્રા અને સાથિયાન જ્ઞાનશેખરનની ભારતીય જોડીનો ગઈ કાલે ડરબનમાં આઇઆઇટીએફ વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ્સ ફાઇનલ્સનો મુકાબલો જીતીને લાસ્ટ ૩૨ના રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તેમણે મિક્સ્ડ-ડબલ્સમાં લક્ઝમબર્ગનાં શિઆ લિઆન નિ અને લુકા મ્લાડેનોવિચની જોડીને ૩-૨થી હરાવી હતી. ભારતીય જોડીએ ૯-૧૧, ૧૧-૮, ૧૪-૧૬, ૧૧-૭, ૧૧-૬થી વિજય મેળવ્યો હતો. સિંગલ્સમાં ભારતના પીઢ ખેલાડી શરથ કમલે પણ વિજયી આરંભ કર્યો હતો. તેણે ઑસ્ટ્રિયાના ડેવિડ સેર્ડારોગ્લુને ૧૧-૮, ૯-૧૧, ૧૧-૯, ૧૧-૬, ૧૧-૬થી હરાવ્યો હતો. સાથિયાન પણ સિંગલ્સની પ્રારંભિક મૅચ જીત્યો હતો.
રશિયામાં જન્મેલી રબાકિના યુક્રેનની કલિનીનાને હરાવીને બની ગઈ ચૅમ્પિયન
રશિયામાં જન્મેલી અને કઝાખસ્તાન વતી રમતી એલેના રબાકિના શનિવારે વરસાદના વિઘ્નવાળી ઇટાલિયન ઓપનમાં દુશ્મન દેશ યુક્રેનની ઍન્હેલિના કલિનીના સામેની ફાઇનલમાં વિજય મેળવી ચૅમ્પિયન બની હતી. ગયા જૂનમાં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી રબાકિના પ્રથમ સેટ ૬-૪થી જીતી ગયા પછી બીજા સેટમાં ૧-૦થી આગળ હતી ત્યારે કલિનીનાને ડાબી સાથળમાં દુખાવો શરૂ થયો હતો અને તેણે એ મૅચમાં રમવાનું છોડી દેતાં રબાકિનાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. મેન્સની ફાઇનલમાં મેડવેડેવ અને હૉલ્ગર રુન વચ્ચે ફાઇનલ-મુકાબલો નિર્ધારિત હતો.