ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Shorts : આર્મીના બૉક્સર ધારિયાએ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો

News In Shorts : આર્મીના બૉક્સર ધારિયાએ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો

09 May, 2023 11:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થના બે મેડલ જીતનાર મોહમ્મદ હુસામુદ્દીને ૫૭ કિલો વર્ગમાં રશિયાના એડુઆર્ડ સાવિનને ૫-૦થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી

દીપક ધારિયા News In Shorts

દીપક ધારિયા

આર્મીના બૉક્સર ધારિયાએ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો

તાશ્કંદની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રવિવારે ૫૧ કિલો વર્ગમાં હરિયાણાના બૉક્સર દીપક ધારિયાએ ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સાકેન બિબોસિનોવને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય લશ્કરના જવાન ધારિયાએ ૫૧ કિલો કૅટેગરીના વર્લ્ડ ચૅમ્પિયન સાકેનને છેલ્લી ત્રણ મિનિટમાં જબરદસ્ત મુક્કા મારીને પૉઇન્ટ્સ મેળવી લીધા હતા, જેના આધારે તેને ૫-૨ના તફાવતથી વિજેતા જાહેર કરાયો હતો. કૉમનવેલ્થના બે મેડલ જીતનાર મોહમ્મદ હુસામુદ્દીને ૫૭ કિલો વર્ગમાં રશિયાના એડુઆર્ડ સાવિનને ૫-૦થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જોકે ભારતના જ સુમીત કુન્ડુ (૭૫ કિલો) અને નરેન્દર બેરવાલ (૯૨+કિલો) હારી ગયા હતા.


F1માં વર્સ્ટેપ્પન નવમા નંબર પરથી બન્યો ચૅમ્પિયન


રેડ બુલ F1 (ફૉર્મ્યુલા-વન)ની આ સીઝનની ચારેય રેસ જીત્યું હતું અને રવિવારે મૅક્સ વર્સ્ટેપ્પને માયામીની રેસ પણ જીતીને રેડ બુલને પાંચમી રેસ જિતાડીને અપરાજિત રાખ્યું છે. વર્સ્ટેપ્પન આ રેસમાં છેક નવમા નંબરે હતો, પણ ત્યાંથી ધીમે-ધીમે આગળ આવીને ચૅમ્પિયન બન્યો હતો. રેડ બુલનો જ સર્ગિયો પેરેઝ બીજા નંબરે આવ્યો હતો. વર્સ્ટેપ્પનની કરીઅરની આ ૩૮મી જીત હતી.

જુડોની વિશ્વસ્પર્ધામાં રશિયાની એન્ટ્રી થતાં યુક્રેન આઉટ


દોહામાં રવિવારે ઑલિમ્પિક્સના ક્વૉલિફાઇંગ રાઉન્ડ તરીકે યોજાયેલી જુડોની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રશિયાના સ્પર્ધકોએ રશિયાના નહીં, પણ ન્યુટ્રલ ઍથ્લીટ્સ તરીકે એન્ટ્રી કરતાં યુક્રેને પોતાના સ્પર્ધકોને પાછા બોલાવી લીધા હતા. યુક્રેને ગયા વર્ષે પોતાને ત્યાં યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા અને એના સાથી-દેશ બેલારુસનો બહિષ્કાર કર્યો છે. આ સ્પર્ધામાં રશિયાના કુલ ૧૭ અને બેલારુસના બે સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે.

09 May, 2023 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK