દેશની ૨૦૦ યુનિવર્સિટીઓના ૪૦૦૦થી વધુ ઍથ્લીટ્સ ૨૧ રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે
ખેલો ઇન્ડિયાનું લૉન્ચિંગ
આગામી પચીસમી મેથી ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનાં બૅનર હેઠળ રમતોત્સવ યોજાશે, જેમાં દેશની ૨૦૦ યુનિવર્સિટીઓના ૪૦૦૦થી વધુ ઍથ્લીટ્સ ૨૧ રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે. ગઈ કાલે સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર તેમ જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાના લોગો, પ્રતીક, મશાલ, થીમ-સૉન્ગ અને જર્સીનાં લૉન્ચિંગ થયાં હતાં. એ વખતે સીએમ યોગીએ કહ્યું કે ‘દેશભરના ઍથ્લીટ્સનું ઉત્તર પ્રદેશમાં ભાવભર્યું સ્વાગત છે. મારી ટીમ આ રમતોત્સવ દરમ્યાન તેમને શ્રેષ્ઠ સગવડ પૂરી પાડશે અને ખેલો ઇન્ડિયાને યાદગાર બનાવશે. ખેલેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા.’

