ડાયમન્ડ લીગ ચાર અલગ-અલગ ખંડોમાં કુલ ૧૫ તબક્કામાં થાય છે
નીરજ ચોપડા
જૅવલિન થ્રોમાં ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા ૧૦ મેથી પ્રતિષ્ઠિત ડાયમન્ડ લીગ સિરીઝથી ૨૦૨૪ સીઝનની શરૂઆત કરશે. નીરજ ચોપડાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૮૯.૯૪ મીટર છે. નીરજ ચોપડાએ કહ્યું છે કે આ વર્ષે મારું અંગત લક્ષ્ય મારા ઑલિમ્પિક્સના ખિતાબને જાળવી રાખવાનું છે અને ૯૦ મીટર પાર થ્રો કરીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો છે. ૨૬ વર્ષના નીરજ ચોપડાએ છેલ્લી સીઝનનો અંત ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે કર્યો હતો. દોહા મીટ એ ૨૦૨૪ ડાયમન્ડ લીગ સિરીઝનું ત્રીજું ચરણ છે. ડાયમન્ડ લીગ ચાર અલગ-અલગ ખંડોમાં કુલ ૧૫ તબક્કામાં થાય છે. એ ૨૦ એપ્રિલે ઝિયામેનથી શરૂ થશે, જ્યારે એનો છેલ્લો તબક્કો બ્રસેલ્સમાં ૧૩-૧૪ સપ્ટેમ્બરે યોજાશે.