લેસર લાઇટથી ધ્યાનભંગ કરવા બદલ ૧૧ મૅચ માટે સસ્પેન્ડ તથા દંડ પણ કરવામાં આવ્યો હતો
નેહુએલ ગુઝમૅન
મેક્સિકન ગોલકીપર નેહુએલ ગુઝમૅનને હરીફ ગોલકીપરનું લેસર લાઇટથી ધ્યાનભંગ કરવા બદલ ૧૧ મૅચ માટે સસ્પેન્ડ તથા દંડ પણ કરવામાં આવ્યો હતો. ઇન્જરીમાંથી સાજો થઈ રહેલો ૩૮ વર્ષનો ગુઝમૅન ગયા શનિવારે એક મૅચ દરમ્યાન વિઝિટિંગ ટીમના બૉક્સમાં બેઠો હતો ત્યારે ફર્સ્ટ હાફ દરમ્યાન વિરુદ્ધ ટીમના ગોલકીપર તરફ લેસર લાઇટ ફેંકતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. આ મામલે તપાસ કર્યા બાદ ગુરુવારે રાતે તેને ગુનેગાર ઠેરવીને સજા કરવામાં આવી હતી. દંડ અને સસ્પેન્શન ઉપરાંત તેણે અમુક સેવાકાર્ય પણ કરવું પડશે.

