ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવનાર મનુ વર્લ્ડ કપમાં મહિલાઓની ઍર પિસ્ટલ અને પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લેશે.
વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે મનુ ભાકરે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.
૨૩ વર્ષની ભારતીય મહિલા શૂટર અને બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને મોટી જવાબદારી મળી છે. મનુ ભાકર એપ્રિલમાં સાઉથ અમેરિકામાં આયોજિત ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF)ના વર્લ્ડ કપમાં ૩૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઇન્ટરનૅશનલ શૂટિંગ સીઝનની શરૂઆત સાઉથ અમેરિકામાં બે રાઉન્ડના વર્લ્ડ કપ સાથે થશે. પહેલી ટુર્નામેન્ટ ૧થી ૧૧ એપ્રિલ દરમ્યાન આર્જેન્ટિનામાં અને બીજી ૧૩થી બાવીસ એપ્રિલ દરમ્યાન પેરુમાં રમાશે. ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવનાર મનુ વર્લ્ડ કપમાં મહિલાઓની ઍર પિસ્ટલ અને પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લેશે.

