અનેક ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ લઈને ફરતી મનુ ભાકરને સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં મારા દ્વારા જીતવામાં આવેલા બે બ્રૉન્ઝ મેડલ ભારતના છે
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતીય શૂટર મનુ ભાકરની પિસ્ટલની કિંમત વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં તેની પિસ્ટલની કિંમત વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મારી પિસ્ટલની કિંમત કરોડો રૂપિયા નથી. આ લગભગ ૧.૫૦થી ૧.૮૫ લાખ રૂપિયામાં મળે છે. પિસ્ટલના મૉડલના આધારે એની કિંમતમાં તફાવત હોય છે. નવી પિસ્ટલ અને કસ્ટમાઇઝ્ડ પિસ્ટલની કિંમતમાં પણ તફાવત હોય છે. જ્યારે તમે દેશ માટે શાનદાર પ્રદર્શન કરો છો તો એક લેવલ પછી કંપનીઓ તમને પિસ્ટલ ફ્રીમાં આપવા લાગે છે.’
અનેક ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ મેડલ લઈને ફરતી મનુ ભાકરને સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં મારા દ્વારા જીતવામાં આવેલા બે બ્રૉન્ઝ મેડલ ભારતના છે. જ્યારે પણ મને કોઈ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે અને આ મેડલ બતાવવાનું કહેવામાં આવે છે ત્યારે હું એને ગર્વથી બતાવું છું. મારી સુંદર સફર શૅર કરવાની આ મારી રીત છે.’