Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સની ટીમમાંથી ડ્રૉપ થયેલી મનિકા બત્રા બરાબર ભડકી

એશિયન ગેમ્સની ટીમમાંથી ડ્રૉપ થયેલી મનિકા બત્રા બરાબર ભડકી

Published : 20 June, 2026 07:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન, સ્પોર્ટ્‍સ મિનિસ્ટર અને ઑલિમ્પિક્સ અસોસિએશનને તપાસ માટે અપીલ કરી, આ બાબતે મનિકા બત્રાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે ‘એશિયન ગેમ્સની ટીમમાં પસંદગી ન થવી એ ખૂબ જ નિરાશાજનક છે.

એશિયન ગેમ્સની ટીમમાંથી ડ્રૉપ થયેલી મનિકા બત્રા બરાબર ભડકી

એશિયન ગેમ્સની ટીમમાંથી ડ્રૉપ થયેલી મનિકા બત્રા બરાબર ભડકી


ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ એશિયન ગેમ્સની ટેબલ ટેનિસ ટીમમાંથી સ્ટાર પ્લેયર મનિકા બત્રાને ડ્રૉપ કરી હતી. ભારતની મહિલા રૅન્કિંગમાં બીજો ક્રમ અને ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ૫૧મો ક્રમ હોવા છતાં તેને રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં ધકેલી દેવામાં આવી હતી. 

આ બાબતે મનિકા બત્રાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું કે ‘એશિયન ગેમ્સની ટીમમાં પસંદગી ન થવી એ ખૂબ જ નિરાશાજનક છે. આ નિર્ણય માટે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. પસંદગી-પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. મારા કિસ્સામાં સિલેક્શન માટે અલગ માપદંડો અને પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.’



૩૧ વર્ષની મનિકા બત્રાએ વધુમાં લખ્યું કે ‘મેં આ પ્રક્રિયા વિશે સ્પષ્ટતા માગી છે અને માનનીય વડા પ્રધાન, માનનીય રમતગમત પ્રધાન અને ભારતીય ઑલિમ્પિક્સ અસોસિએશનને આ બાબતની તપાસ કરવાની અને સિલેક્શનના નિયમો પારદર્શક અને ન્યાયી રીતે લાગુ થાય એ સુનિશ્ચિત કરવા આદરપૂર્વક વિનંતી કરું છું.’


એશિયન ગેમ્સથી લઈને કૉમનવેલ્થ ગેમ્સ સુધી મનિકા બત્રાએ ભારત માટે ટેબલ ટેનિસમાં સિંગલ્સ અને ડબલ્સ કૅટેગરીમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. તેને ૨૦૧૮માં અર્જુન અવૉર્ડ અને ૨૦૨૦માં ખેલ રત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK