મહારાષ્ટ્ર કૅરમ સંગઠનના પારેખ મહેલ મકાન, સખારામ કિર માર્ગ, આશ્રય હોટેલ પાછળ, રાજરાણી ચોક પાસે, શિવાજી પાર્કના સરનામે આજે સાંજે ૬થી ૮ વાગ્યા સુધી નામ સ્વીકારવામાં આવશે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઘાટકોપર જૉલી જિમખાનામાં કૅરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કૅરમ અસોસિએશન અને મુંબઈ સબર્બન જિલ્લા કૅરમ સંગઠન સાથે ત્રીજી વખત ઘાટકોપર જૉલી જિમખાના રાજ્યસ્તરીય શ્રેણિક કૅરમ સ્પર્ધાનું આયોજન ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન કરશે. આ સ્પર્ધા પુરુષ વ્યક્તિગત અને મહિલા વ્યક્તિગત શ્રેણીમાં યોજાશે અને વિજેતાઓને ૧,૧૦,૦૦૦ રૂપિયાનાં રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. આ સ્પર્ધા કુલ ૨૪ સુરકો કૅરમ બોર્ડ પર સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી રમાશે. સ્પર્ધા માટે પ્રવેશપત્ર મહારાષ્ટ્ર કૅરમ સંગઠનની વેબસાઇટ www.maharashtracarromassociation.com પર ઉપલબ્ધ છે. ખેલાડીઓને સ્પર્ધા માટે તેમનાં નામ નોંધાવવા તેમના જિલ્લા સંગઠનનો સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર કૅરમ સંગઠનના પારેખ મહેલ મકાન, સખારામ કિર માર્ગ, આશ્રય હોટેલ પાછળ, રાજરાણી ચોક પાસે, શિવાજી પાર્કના સરનામે આજે સાંજે ૬થી ૮ વાગ્યા સુધી નામ સ્વીકારવામાં આવશે.
વધુ માહિતી માટે ૯૯૮૭૦ ૪૫૪૨૯ નંબર પર સંપર્ક કરી શકાય : અરુણ કેદાર - માનદ સચિવ, મહારાષ્ટ્ર કૅરમ સંગઠન.
આ સ્પર્ધાનું સંચાલન ઇન્ચાર્જ નીતિન ઠક્કર અને તેમની સબ-કમિટીના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.


