આ સ્પર્ધા ૨૧ જૂનથી બીજી જુલાઈ સુધી દુબઈ ચેસ ઍન્ડ કલ્ચર ક્લબમાં યોજાશે અને એમાં ભારતની મહિલા ચેસસ્ટાર અને ગ્રૅન્ડમાસ્ટર કોનેરુ હમ્પી તેમ જ ચાર વખત વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયન બનેલી હોઉ યિફાન તેમ જ બીજા ચેસ સ્ટાર્સ પણ ભાગ લેશે.

વિશ્વનાથન, કાર્લસન, હમ્પી સહિતના સ્ટાર ખેલાડીઓ ગ્લોબલ ચેસ લીગમાં રમશે
દુબઈમાં આવતા મહિને ગ્લોબલ ચેસ લીગ (જીસીએલ) રમાશે અને એમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓ વિશ્વનાથન આનંદ તથા નૉર્વેનો મૅગ્નસ કાર્લસન અને વર્તમાન વિશ્વવિજેતા ચીનનો ડિન્ગ લિરેન ભાગ લેશે. આ સ્પર્ધા ૨૧ જૂનથી બીજી જુલાઈ સુધી દુબઈ ચેસ ઍન્ડ કલ્ચર ક્લબમાં યોજાશે અને એમાં ભારતની મહિલા ચેસસ્ટાર અને ગ્રૅન્ડમાસ્ટર કોનેરુ હમ્પી તેમ જ ચાર વખત વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયન બનેલી હોઉ યિફાન તેમ જ બીજા ચેસ સ્ટાર્સ પણ ભાગ લેશે. ભારતના વિદિત ગુજરાતી, ગુકેશ ડી., અર્જુન એરિગૈસી, આર. પ્રજ્ઞાનાનંદ, નિહાલ સરીન, રોનક સધવાની વગેરે પણ આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લેશે.

