સ્પેનના ઇબિઝા ટાપુ ખાતે યૉટ પરની સફર દરમ્યાન આર્જેન્ટિના અને પીએસજી ક્લબનો ૩૪ વર્ષનો ફુટબૉલ-લેજન્ડ લિયોનેલ મેસી અને ૩૪ વર્ષની તેની પત્ની ઍન્ટોનેલા રૉકુઝો.
લિયોનેલ મેસી અને પત્નીની ૫૮ લાખ રૂપિયાના ભાડાવાળી યૉટ પર સફર
સ્પેનના ઇબિઝા ટાપુ ખાતે યૉટ પરની સફર દરમ્યાન આર્જેન્ટિના અને પીએસજી ક્લબનો ૩૪ વર્ષનો ફુટબૉલ-લેજન્ડ લિયોનેલ મેસી અને ૩૪ વર્ષની તેની પત્ની ઍન્ટોનેલા રૉકુઝો. તેમની સાથે હૉલિડે દરમ્યાનની આ મુસાફરી દરમ્યાન સ્પેનનો ફુટબૉલર સેસ્ક ફૅબ્રીગાસ અને તેની વાઇફ ડેનિયેલા પણ હતાં. મેસી-ઍન્ટોનેલાના ત્રણેય દીકરા પણ આ પ્રવાસમાં તેમની સાથે હતા. મેસીએ અઠવાડિયાના ૬૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૮ લાખ રૂપિયા)ના ભાડા પર યૉટ લીધી હતી અને એમાં ખાસ કરીને સોમવારે તેમણે અનેક પોઝ આપ્યા હતા. મેસી તેના પરિવાર સાથે ઘણી વાર ઇબિઝા ટાપુ પર આવે છે. આ પહેલાં તે બાર્સેલોના ક્લબની ફુટબૉલ ટીમના મિત્ર લુઇસ સુઆરેઝ સાથે આવ્યો હતો.


