Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડ પત્રકાર છે એટલે હેડ-કોચને પાણીચું અપાયું?

ગર્લફ્રેન્ડ પત્રકાર છે એટલે હેડ-કોચને પાણીચું અપાયું?

29 March, 2023 02:48 PM IST | Munich
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાયર્નના ખેલાડીઓને ચિંતા એ વાતની છે કે પોતાની અંદરની વાતો મીડિયામાં લીક થઈ રહી હોવાથી તેમના પ્લાનિંગને ખરાબ અસર થઈ રહી છે.

ગર્લફ્રેન્ડ પત્રકાર છે એટલે હેડ-કોચને પાણીચું અપાયું?

ગર્લફ્રેન્ડ પત્રકાર છે એટલે હેડ-કોચને પાણીચું અપાયું?


જર્મનીની બાયર્ન મ્યુનિક ફુટબૉલ ક્લબે ૨૦૨૧ની સાલમાં લિપ્ઝિગ ક્લબના કૉન્ટ્રૅક્ટમાંથી જેને બહાર લાવવા ૨૨ મિલ્યન પાઉન્ડ (૧૯૫ કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા તેને હવે પોતાની ટીમના હેડ-કોચના હોદ્દા પરથી કાઢી મૂક્યો એ ઘટનાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આ વાત જુલિયન નૅગલ્સમૅનની છે. બાયર્નના ખેલાડીઓને ચિંતા એ વાતની છે કે પોતાની અંદરની વાતો મીડિયામાં લીક થઈ રહી હોવાથી તેમના પ્લાનિંગને ખરાબ અસર થઈ રહી છે.

બાયર્નના ભૂતપૂર્વ ફુટબોલર માર્કસ બૅબલનું કહેવું છે કે હેડ-કોચ જુલિયનની ગર્લફ્રેન્ડ લેના વુર્ઝનબર્જર પત્રકાર છે અને ડ્રેસિંગ રૂમમાં (જુલિયનની હાજરીમાં) જે પણ બને છે એ જાહેરમાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવતું રહેશે અને એ જોતાં બાયર્નના પ્લેયર્સને લેના સામે વાંધો છે. થોડા સમય પહેલાં લેનાની જુલિયન સાથે રિલેશનશિપ શરૂ થઈ એટલે લેનાને બાયર્ન મ્યુનિકને પત્રકાર તરીકે કવર કરવાના જૉબમાંથી દૂર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 02:48 PM IST | Munich | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK