૨૦૨૩માં નોદિરબેકે ભારતની જ દિવ્યા દેશમુખ સાથે હાથ મિલાવ્યા હતા, પણ એના વિશે તેણે હમણાં કહ્યું હતું કે એ મારી ભૂલ હતી.
ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર. વૈશાલી સાથે ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટર નોદિરબેક યાકુબોએવે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો
નેધરલૅન્ડ્સમાં આયોજિત તાતા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાંનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. ચોથા રાઉન્ડની રમત પહેલાં ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર. વૈશાલી સાથે ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટર નોદિરબેક યાકુબોએવે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો જેના કારણે ભારતીય પ્લેયર પણ શરમમાં મુકાઈ ગઈ હતી. જોકે વૈશાલી સામેની ગેમમાં હાર્યા બાદ તેણે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી.
મુસ્લિમ ધર્મમાં માનનાર ૨૩ વર્ષના આ પ્લેયરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘હું વૈશાલી સાથેના દાવ દરમ્યાન ઊભી થયેલી પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માગું છું. મહિલાઓ અને ભારતીય ચેસ-પ્લેયર્સ પ્રત્યે સંપૂર્ણ આદર સાથે હું દરેકને જણાવવા માગું છું કે હું ધાર્મિક કારણોસર અન્ય મહિલાઓને સ્પર્શ કરતો નથી.’
ADVERTISEMENT
૨૦૨૩માં નોદિરબેકે ભારતની જ દિવ્યા દેશમુખ સાથે હાથ મિલાવ્યા હતા, પણ એના વિશે તેણે હમણાં કહ્યું હતું કે એ મારી ભૂલ હતી.

