સિંધુ ફૂડી છે અને તેણે સુરતમાં સુરતી થાળીની મજા પણ લીધી હતી.
પી.વી. સિંધુને સુરતમાં મજા પડી ગઈ!
બૅડ્મિન્ટન-લેજન્ડ પી. વી. સિંધુ પગની ઘૂંટીની ઈજાને કારણે ગુજરાતની નૅશનલ ગેમ્સમાં તો ભાગ નથી લઈ રહી, પરંતુ આ રમતોત્સવના પ્રમોશન માટે તેમ જ ઍથ્લીટ્સને જોશ અપાવવા અને અસંખ્ય ખેલકૂદપ્રેમીઓમાં રોમાંચ લાવવા ગુજરાતના પ્રવાસે આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં કેટલીક ઇવેન્ટ્સમાં તેમ જ ગરબાના કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબા ગાયા પછી તે ડાયમન્ડ-સિટી સુરતમાં ઘણો સમય રહી હતી. તે સુરતમાં પણ ઘણી વાર સુધી ગરબે ઘૂમી હતી, પાળેલાં પક્ષીઓ તથા પ્રાણીઓ વચ્ચે તેણે મોજ માણી હતી અને એક ડાયમન્ડ કંપનીની ફૅક્ટરીમાં જઈને હીરાના પૉલિશિંગની પ્રક્રિયા જોઈ હતી અને ઘણી જાણકારી મેળવી હતી. સિંધુ ફૂડી છે અને તેણે સુરતમાં સુરતી થાળીની મજા પણ લીધી હતી. સુરતી જમણ બાદ તેણે સોશ્યલ મીડિયા પર ‘મજા પડી ગઈ’ એવી પ્રતિક્રિયા પણ આપી હતી.


