પંજાબના આ ખેલાડીએ ૨૦૧૬માં ગુરમીત સિંહ બાદ એશિયન ૨૦ કિલોમીટરની આ સ્પર્ધામાં ભારત માટે બીજો ગોલ્ડ જીત્યો છે.
અક્ષદીપ સિંહ
જપાનના નોમીમા આયોજિત થયેલી એશિયન ૨૦ કિલોમીટર રેસ વૉકિંગ ચૅમ્પિયનશિપમાં ભારતના અક્ષદીપ સિંહ પુરુષોની સ્પર્ધામાં ગોલ્ડ તો પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. નૅશનલ રેકૉર્ડ હોલ્ડરે આ સ્પર્ધા ૧.૨૦.૫૭ મિનિટમાં પૂરી કરી હતી. પંજાબના આ ખેલાડીએ ૨૦૧૬માં ગુરમીત સિંહ બાદ એશિયન ૨૦ કિલોમીટરની આ સ્પર્ધામાં ભારત માટે બીજો ગોલ્ડ જીત્યો છે. સાઉથ કોરિયાનો ખેલાડી બીજા ક્રમાંકે તો ચીનનો ખેલાડી ત્રીજા ક્રમાંકે રહ્યો હતો. અન્ય ભારતીય ખેલાડીઓ વિકાસ સિંહ અને પરમજીત બિષ્ટે આ સ્પર્ધા અનુક્રમે ૧.૨૦.૦૫ મિનિટ અને ૧.૨૦.૦૮ મિનિટ સાથે પૂરી કરી હતી, જેને કારણે તેઓ પણ ૨૦૨૩ની વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને પૅરિસ ૨૦૨૪ ઑલિમ્પિક્સ માટે પણ ક્વૉલિફાય થયા છે.