મોહન બગાનને પહેલી વાર ચૅમ્પિયન બનવાની તક હતી, જે તેણે ઝડપી લીધી હતી
મોહન બગાન આઇએસએલ ચૅમ્પિયન
એટીકે મોહન બગાને ગઈ કાલે ભારતની સૌથી મોટી ફુટબૉલ સ્પર્ધા ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ફાઇનલમાં બૅન્ગલોરને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩ થી હરાવીને ચૅમ્પિયન બની હતી. મોહન બગાનને પહેલી વાર ચૅમ્પિયન બનવાની તક હતી, જે તેણે ઝડપી લીધી હતી. બન્ને ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બન્ને ટીમે બે-બે ગોલ કરતાં આખરે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નિર્ણય કરાયો હતો, જેમાં બૅન્ગલોરની ટીમ પોતાના ત્રીજા અને પાંચમા પ્રયાસમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.