ભારતીય પ્લેયર્સે ચેસ રૅન્કિંગ્સમાં પણ આવી કમાલ કરી બતાવી છે. ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (FIDE)ના ટૉપ-ટેન રૅન્કિંગ્સમાં પહેલી વાર એકસાથે ચાર પ્લેયર્સની એન્ટ્રી થઈ છે.
અર્જુન એરિગેસી, ડી. ગુકેશ, આર. પ્રજ્ઞાનંદ, અરવિંદ ચિદમ્બરમ
ભારતના યંગ ચેસ માસ્ટર્સ વર્લ્ડ ક્લાસ પ્લેયર્સને વૈશ્વિક મંચ પર હરાવીને ભારતનો ડંકો વગાડી રહ્યા છે. ભારતીય પ્લેયર્સે ચેસ રૅન્કિંગ્સમાં પણ આવી કમાલ કરી બતાવી છે. ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (FIDE)ના ટૉપ-ટેન રૅન્કિંગ્સમાં પહેલી વાર એકસાથે ચાર પ્લેયર્સની એન્ટ્રી થઈ છે.
ભારત તરફથી મેન્સ રૅન્કિંગ્સમાં ચોથા ક્રમે અર્જુન એરિગેસી (૨૭૭૮.૬ રેટિંગ પૉઇન્ટ), પાંચમા ક્રમે ડી. ગુકેશ (૨૭૭૬.૬), છઠ્ઠા ક્રમે આર. પ્રજ્ઞાનંદ (૨૭૭૪.૨) બાદ નવમા ક્રમે પહોંચીને અરવિંદ ચિદમ્બરમે (૨૭૫૭.૮) ટૉપ-ટેનમાં એન્ટ્રી મારી છે.

