Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોનાલ્ડોની આગેવાની હેઠળની અલ-નાસરે સતત ૯૪ મૅચમાં ગોલ કરીને ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

રોનાલ્ડોની આગેવાની હેઠળની અલ-નાસરે સતત ૯૪ મૅચમાં ગોલ કરીને ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

Published : 16 September, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉદી પ્રો લીગની આ ક્લબ અલ-નાસરે આર્જેન્ટિનાની ક્લબ રિવર પ્લેટના અગાઉના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે

રોનાલ્ડોની ટીમ અલ-નાસર

રોનાલ્ડોની ટીમ અલ-નાસર


વિશ્વના હાઇએસ્ટ ગોલ-સ્કોરર ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોની ટીમ અલ-નાસર ટૉપ-ફ્લાઇટ લીગની સતત ૯૪ મૅચોમાં ગોલ કરનારી પ્રથમ ટીમ બની છે. આ ટીમે ૮૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૨૩ની ૮ ડિસેમ્બરથી અલ-નાસર દરેક લીગ મૅચમાં ઓછામાં ઓછો એક ગોલ કરી રહ્યું છે.

સાઉદી પ્રો લીગની આ ક્લબ અલ-નાસરે આર્જેન્ટિનાની ક્લબ રિવર પ્લેટના અગાઉના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે. રિવર પ્લેટ ફુટબૉલ ટીમે સપ્ટેમ્બર ૧૯૩૬ અને જૂન ૧૯૩૯ વચ્ચે સતત ૯૩ લીગ મૅચોમાં ગોલ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK