મુરલી શ્રીશંકર ૮.૦૫ મીટરની બેસ્ટ જમ્પ સાથે ફાઇનલ માટે ક્વૉલિફાય થયો

ગઈ કાલે જુડોમાં સિલ્વર મેડલ જીત્યા પછી ભારતની સુશીલાદેવી (ડાબે). મેન્સ કૅટેગરીમાં વિજયકુમારે સાયપ્રસના પેટ્રોસને હરાવીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો. તસ્વીરપી.ટી.આઇ./એ.પી.
કૉમનવેલ્થમાં ગઈ કાલે લૉન્ગ જમ્પની હરીફાઈમાં ભારતનો મુરલી શ્રીશંકર ૮.૦૫ મીટરની બેસ્ટ જમ્પ સાથે ફાઇનલ માટે ક્વૉલિફાય થયો હતો. ભારતનો જ મુહમ્મદ અનીસ યાહિયા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં આઠમે હતો, પરંતુ તે પણ નિર્ણાયક રાઉન્ડ માટે ક્વૉલિફાય થયો હતો.
જુડોમાં ભારતની સુશીલાદેવી ૪૮ કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી, જ્યારે પુરુષોના ૬૦ કિલો વર્ગમાં વિજયકુમાર બ્રૉન્ઝ જીત્યો હતો. સુશીલાનો આ ત્રીજો કૉમનવેલ્થ મેડલ છે. અગાઉ તે બે બ્રૉન્ઝ જીતી હતી.