ICCએ તાજેતરમાં ભારતમાં યોજાનાર આગામી ODI વર્લ્ડ કપ માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ કપ 2023 5 ઑક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે, પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકો કટ્ટર હરીફ ‘ભારત અને પાકિસ્તાન’ વચ્ચેની ટક્કર પર નજર રાખી રહ્યા છે, જે 15 ઑક્ટોબરે અમદાવાદમાં યોજાનાર છે. ભારત-પાક મેચ માટે હોટેલ બુકિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, જેના કારણે કિંમતોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ભાડામાં લગભગ 10 ગણો વધારો થયો છે, કેટલીક હોટલો ₹1 લાખની નજીક ચાર્જ કરે છે.














