ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચ 5 ઓક્ટોબરે સ્ટેડિયમમાં રમાનાર છે. ભારત 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે મુકાબલો કરશે. ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ આ સ્ટેડિયમમાં નિર્ધારિત છે.