ભૂતપૂર્વ ભારતીય સુકાની એમએસ ધોનીએ કથિત છેતરપિંડી બદલ તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સ સામે ફોજદારી કેસ દાખલ કર્યા હતા. એમએસ ધોનીના વકીલ દયાનંદ સિંહે માહિતી આપી હતી કે સીએસકેના કેપ્ટન સાથે ભૂતપૂર્વ રણજી ખેલાડી દ્વારા ૧૫ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે આરોપીઓએ એમએસ ધોનીને એમ કહીને ફસાવ્યો કે તે તેના નામે ક્રિકેટ એકેડમી ખોલશે. ધોનીએ રાંચી કોર્ટમાં આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ ૨૦૧૭ ના બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં વિસંગતતાનો આરોપ લગાવ્યો હતો.