ઑલરાઉન્ડર સિંકદર રઝા ઝિમ્બાબ્વે, ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર ન્યુ ઝીલૅન્ડ અને ટૉપ ઑર્ડર બૅટર રૅસી વૅન ડર ડુસેન સાઉથ આફ્રિકાની કમાન સંભાળશે.
ત્રિકોણીય T20 સિરીઝની ટ્રોફી સાથે ત્રણેય ટીમના કૅપ્ટન્સ.
હરારેમાં આજથી યજમાન ઝિમ્બાબ્વે, ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમો વચ્ચે ત્રિકોણીય T20 સિરીઝ રમાશે. ૧૪થી ૨૬ જુલાઈની આ સિરીઝની તમામ મૅચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે જ રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મૅચ સાંજે ૪.૩૦ વાગ્યાથી ફૅનકૉડ ઍપ પર જોઈ શકાશે.
દરેક ટીમ બાકીની બે ટીમ સામે બે-બે મૅચ રમશે અને ટોચની બે ટીમ વચ્ચે ૨૬ જુલાઈએ ફાઇનલ મૅચ રમાશે. ઑક્ટોબર ૨૦૨૨ બાદ પહેલી વાર ICCની ત્રણ ફુલ મેમ્બર ટીમો વચ્ચે ત્રિકોણીય T20 સિરીઝ રમાશે. ઑલરાઉન્ડર સિંકદર રઝા ઝિમ્બાબ્વે, ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર ન્યુ ઝીલૅન્ડ અને ટૉપ ઑર્ડર બૅટર રૅસી વૅન ડર ડુસેન સાઉથ આફ્રિકાની કમાન સંભાળશે.
ADVERTISEMENT
આફ્રિકન ટીમ સામે એક પણ T20 મૅચ નથી જીત્યું ઝિમ્બાબ્વે
ત્રિકોણીય T20 સિરીઝની શરૂઆત આજે ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચથી થશે. બન્ને ટીમ વચ્ચે ૬ T20 મૅચ રમાઈ છે જેમાંથી આફ્રિકાએ પહેલી પાંચેય મૅચ જીતી છે, જ્યારે ૨૦૨૨ની અંતિમ ટક્કર વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી.

