IPL 2026 પહેલાં સનરાઇઝર્સે તેને જાળવી રાખ્યો હતો, પરંતુ તેને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી. તેની સૅલેરી ૪૦ લાખ રૂપિયાની જ રહેશે.
ટી. નટરાજનની હૈદરાબાદમાં વાપસી, સ્પિનર ઝીશાન અન્સારી દિલ્હીમાં જોડાયો
IPL 2027 પહેલાં દિલ્હી કૅપિટલ્સ સાથેના ખેલાડીઓના ટ્રેડ પછી સનરાઇઝર્સ હૈદરાબાદે પેસ બોલર ટી. નટરાજનને સફળતાપૂર્વક પોતાની ટીમમાં પાછો મેળવ્યો છે. બીજી તરફ સ્પિનર ઝીશાન અન્સારી દિલ્હી કૅપિટલ્સની ટીમમાં જોડાયો છે.
દિલ્હી કૅપિટલ્સે ૨૦૨૫ માટે ઑક્શનમાં ટી. નટરાજનને ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ ટીમ માટે બે સીઝન દરમ્યાન ૧૨ મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. હવે તે પાંચ કરોડ રૂપિયાની સુધારેલી ફી પર સનરાઇઝર્સ સાથે જોડાશે. ૨૦૨૦થી ૨૦૨૪ સુધી હૈદરાબાદ માટે રમનાર નટરાજને ૨૦૨૪માં ૧૯ વિકેટ સાથે પોતાની શ્રેષ્ઠ IPL સીઝન રમી હતી.
૨૦૨૫માં સ્પિનર ઝીશાન અન્સારીએ દિલ્હી કૅપિટલ્સ સામે જ IPL ડેબ્યુ કરીને ત્રણ વિકેટ લીધી હતી. ઉત્તર પ્રદેશમાં જન્મેલા આ સ્પિનરે ૨૦૨૫ની સીઝન દરમ્યાન કુલ ૬ વિકેટ ઝડપી હતી. IPL 2026 પહેલાં સનરાઇઝર્સે તેને જાળવી રાખ્યો હતો, પરંતુ તેને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી. તેની સૅલેરી ૪૦ લાખ રૂપિયાની જ રહેશે.
