એક પણ વર્લ્ડ કપ મૅચ ન રમનાર સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો
યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ દ્વારા સન્માનિત
બાર્બેડોઝમાં T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીત્યા બાદ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના સભ્યોનું તેમના રાજ્યમાં સન્માન થઈ રહ્યું છે. એવામાં એક પણ વર્લ્ડ કપ મૅચ ન રમનાર સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. ચહલનાં માતા-પિતાની હાજરીમાં તેને શાલ ઓઢાડીને કૃષ્ણ-અર્જુનની મૂર્તિવાળું સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને હરિયાણાના મુખ્ય પ્રધાને આ મુલાકાતને યાદગાર બનાવી હતી.


