IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ સામે બે બૉલમાં એક રન બનાવીને પૅવિલિયનભેગો થઈ ગયો હતો. ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડ સામે એક ખરાબ શૉટ રમીને તે વિકેટકીપર જિતેશ શર્માના હાથે કૅચઆઉટ થયો હતો.
શ્રેયસ ઐયર અને યોગરાજ સિંહ
IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ સામે બે બૉલમાં એક રન બનાવીને પૅવિલિયનભેગો થઈ ગયો હતો. ફાસ્ટ બોલર રોમારિયો શેફર્ડ સામે એક ખરાબ શૉટ રમીને તે વિકેટકીપર જિતેશ શર્માના હાથે કૅચઆઉટ થયો હતો.
ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે આ બાબતે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘શ્રેયસ ઐયર ફાઇનલમાં જે શૉટ રમ્યો હતો એ મારા મતે ફોજદારી ગુનો હતો. અશોક માંકડ (મુંબઈ અને ભારતીય ટીમના ક્રિકેટર)એ મને આ ફોજદારી ગુના વિશે જણાવ્યું હતું, જે કલમ ૩૦૨ હેઠળ આવે છે. તેણે મને એમ પણ કહ્યું હતું કે આનું રિઝલ્ટ એ આવશે કે તમને બે મૅચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. તેણે જે કર્યું એ સ્વીકાર્ય નથી. એ માટે કોઈ માફી નથી.’
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ યોગરાજ ફરી પોતાના આવા વિચિત્ર નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા.