લંચ માટે આવનાર વ્યક્તિના કાંડા પર આ બૅન્ડ હોવું જરૂરી હતું
WTC 2023
પૉન્ટિંગના કાંડામાં બૅન્ડ નહોતું
ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ ગઈ કાલે ઓવલમાંના મીડિયા એન્ક્લોઝરમાં લંચ નહોતો કરી શક્યો, કારણ કે તેની પાસે મીડિયા બૅન્ડ નહોતું. લંચ માટે આવનાર વ્યક્તિના કાંડા પર આ બૅન્ડ હોવું જરૂરી હતું. જોકે લંચ સર્વ કરવાની ના પાડવામાં આવી એ મુદ્દાને પૉન્ટિંગે ચગાવ્યો નહોતો. તે લંચ-બ્રેક પછી ભારતીય ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર સાથે ટેલિવિઝન ચૅટ માટેના રૂમમાં આવ્યો ત્યારે તેણે લંચના મુદ્દા વિશે કંઈ જ વાત નહોતી કરી અને કૉમેન્ટરી બૉક્સમાં ચર્ચામાં જોડાઈ ગયો હતો.