પાકિસ્તાનની નાલેશી : થાઇલૅન્ડે મેળવી ઐતિહાસિક જીત
થાઇલૅન્ડની ક્રિકેટ ટીમ
વિમેન્સ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ મેન્સ ક્રિકેટ જેટલી હાઈ-વૉલ્ટેજ ન કહેવાય, પરંતુ બન્ને ટીમ વચ્ચે જોરદાર રસાકસી જામતી જ હોય છે. હજી બે મહિના પહેલાં કૉમનવેલ્થ ગેમ્સમાં આપણે એની ઝલક જોઈ ગયા. બર્મિંગહૅમ ખાતેની એ મૅચમાં ભારતે પાકિસ્તાનને માત્ર ૯૯ રનમાં ઑલઆઉટ કર્યા પછી સ્મૃતિ મંધાનાના અણનમ ૬૩ રનની મદદથી ૧૧.૪ ઓવરમાં બે વિકેટે ૧૦૨ બનાવી લીધા હતા. આજે મૅચનો સમય બપોરે ૧.૦૦ વાગ્યાનો છે.
બંગલાદેશના સિલહટમાં ગઈ કાલે થાઇલૅન્ડની ક્રિકેટની નવીસવી ટીમે પાકિસ્તાનને એક બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. પાકિસ્તાને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૧૧૬ રન બનાવ્યા હતા. થાઇલૅન્ડે નૅથકાન શૅન્થમના ૬૧ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં ૧૧૭/૬ના સ્કોર સાથે એક્સાઇટિંગ અને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
ADVERTISEMENT
10
ભારતીય મહિલા ટીમ ટી૨૦માં પાકિસ્તાન સામેની કુલ ૧૨માંથી આટલી મૅચ જીતી છે.
