એલિસ પેરીને ક્રિકેટજગતમાં સૌથી સુંદર મહિલા ક્રિકેટર ગણવામાં આવે છે.
એલિસ પેરી દેશી સાડી પહેરીને સૌથી સુંદર લાગી રહી હતી.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ટીમ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનમાં સંઘર્ષ કરી રહી છે. એવામાં પ્લેયર્સ પરનું પ્રેશર હળવું કરવા ટીમ-મૅનેજમેન્ટે લખનઉમાં રસપ્રદ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં ટીમના પ્લેયર્સ અને ટીમ-સ્ટાફ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા. મજાક-મસ્તીવાળી ગેમ્સ સાથે આ ઇવેન્ટમાં રૅમ્પ-વૉક પણ કરવામાં આવ્યું હતું. ૩૪ વર્ષની ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી દેશી સાડી પહેરીને આ ઇવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. એલિસ પેરીને ક્રિકેટજગતમાં સૌથી સુંદર મહિલા ક્રિકેટર ગણવામાં આવે છે.

