આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે બાવીસમી ફેબ્રુઆરીથી ૧૭ માર્ચની વિન્ડો નક્કી કરી છે.
ફાઈલ ફોટો
મુંબઈ ઃ મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૪ની બીજી સીઝન ભારતમાં બે સ્થળે રમાશે. ESPNCricInfoએ જણાવ્યા પ્રમાણે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન બૅન્ગલોર અને દિલ્હીમાં રમાશે. પહેલી સીઝનની તમામ મૅચ મુંબઈમાં રમાઈ હતી.
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન માટે બાવીસમી ફેબ્રુઆરીથી ૧૭ માર્ચની વિન્ડો નક્કી કરી છે. આ ટુર્નામેન્ટમાં શરૂઆતની મૅચો બૅન્ગલોરમાં રમાશે અને ત્યાર બાદ નૉકઆઉટની તમામ મૅચ દિલ્હીના સ્ટેડિયમમાં રમાશે.
ADVERTISEMENT
મહિલા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં કુલ પાંચ ટીમ રમી હતી, જેમાં ફાઇનલ મૅચ દિલ્હી કૅપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે બાજી મારી હતી અને ચૅમ્પિયન બની હતી. દિલ્હી કૅપિટલ્સ રનર્સ-અપ રહી હતી. બીજી સીઝનમાં પણ કુલ પાંચ ટીમ મેદાનમાં ઊતરશે.


