૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો, સાથે જ બૅન્ગલોરની પડકારજનક બૅટિંગને કારણે મૅચમાં ૪૩૮ રન બન્યા હતા જે WPLની એક મૅચનો હાઇએસ્ટ રનનો રેકૉર્ડ છે
મૅચ બાદ મજાક-મશ્કરી કરતી યુપી વૉરિયર્સની વિદેશી પ્લેયર્સ
શનિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં વિમેન્સ ડે પર યુપી વૉરિયર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની રેકૉર્ડ બ્રેકિંગ મૅચ રમાઈ હતી જેમાં યુપી વૉરિયર્સે ૧૨ રનથી રોમાંચક જીત સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યું હતું. ઓપનર જ્યૉર્જિયા વૉલે ૧૭ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૬ બૉલમાં ૯૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. બૅન્ગલોરની સ્ટાર બૅટર સોફી ડિવાઇનના ૨૦૨૩માં ૩૬ બૉલમાં ૯૯ રનના હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોરની બરાબરી કરીને તેણે ટીમના સ્કોરને પાંચ વિકેટે હાઇએસ્ટ ૨૨૫ રન સુધી પહોંચાડી દીધો હતો, જેની સામે બૅન્ગલોરની ટીમ ૧૯.૩ ઓવરમાં ૨૧૩ રને ધરાશાયી થઈ ગઈ હતી.
યુપી વૉરિયર્સે પહેલી વાર ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો, સાથે જ બૅન્ગલોરની પડકારજનક બૅટિંગને કારણે મૅચમાં ૪૩૮ રન બન્યા હતા જે WPLની એક મૅચનો હાઇએસ્ટ રનનો રેકૉર્ડ છે. યુપીની કૅપ્ટન દીપ્તિ શર્માએ આ મૅચમાં ચાર ઓવરમાં ૫૦ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૯મી ઓવરમાં એક નો-બૉલ, બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાને કારણે તેણે ૨૮ રન આપી દીધા હતા જેને કારણે તનુજા કંવરનો ૨૦૨૩નો એક ઓવરમાં સૌથી વધુ પચીસ રન આપવાનો રેકોર્ડ તૂટ્યો હતો. બૅન્ગલોરની સ્નેહ રાણા (૬ બૉલમાં ૨૬ રન)એ આ ઓવરમાં ૨૬ રન ફટકારીને સોફી ડિવાઇન (૨૦૨૩) અને હરમનપ્રીત કૌર (૨૦૨૪)નો એક ઓવરમાં સૌથી વધુ ૨૪-૨૪ રન બનાવવાનો રેકૉર્ડ તોડ્યો હતો.
ADVERTISEMENT
WPLની એક મૅચમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ
૪૩૮ રન - યુપી vs બૅન્ગલોર (૨૦૨૫)
૪૦૩ રન - ગુજરાત vs બૅન્ગલોર (૨૦૨૫)
૩૯૧ રન - ગુજરાત vs બૅન્ગલોર (૨૦૨૩)
૩૮૬ રન - બૅન્ગલોર vs દિલ્હી (૨૦૨૩)
૩૮૧ રન - ગુજરાત vs મુંબઈ (૨૦૨૪)
WPLમાં એક ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર
૨૨૫/૫ - યુપીનો બૅન્ગલોર સામે (૨૦૨૫)
૨૨૩/૨ - દિલ્હીનો બૅન્ગલોર સામે (૨૦૨૩)
૨૧૩/૧૦ - બૅન્ગલોરનો યુપી સામે (૨૦૨૫)
૨૧૧/૪ - દિલ્હીનો યુપી સામે (૨૦૨૩)
૨૦૭/૫ - મુંબઈનો ગુજરાત સામે (૨૦૨૩)

