એનું મુખ્ય કારણ તેનું બૅન્ક-ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ મુજબ સૅલેરી મળશે
શાકિબ-અલ-હસન
બંગલાદેશ ક્રિકેટ બોર્ડની એક રસપ્રદ વાત સામે આવી છે. ભારત-ટૂર સમયે ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લેનાર અનુભવી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનને બોર્ડ તરફથી હજી સુધી ચાર મહિનાની સૅલેરી મળી નથી. બોર્ડના એક અધિકારી કહે છે, ‘એ સાચું છે કે શાકિબને સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરનો પગાર હજી સુધી મળ્યો નથી અને એનું મુખ્ય કારણ તેનું બૅન્ક-ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ મુજબ સૅલેરી મળશે, કારણ કે તમે રમો કે ન રમો, એક કરાર છે અને ચોક્કસપણે અમે કૉન્ટ્રૅક્ટ મુજબ અમારી પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.’
બંગલાદેશમાં સરકાર પડી ગયા પછી શાકિબ પર હત્યાના કેસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નવેમ્બરમાં શાકિબને ખબર પડી હતી કે તેનાં ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. ઑક્ટોબર ૨૦૨૪ દરમ્યાન તે છેલ્લી વાર ભારતમાં ઇન્ટરનૅશનલ ટેસ્ટ-સિરીઝ મૅચ રમતો જોવા મળ્યો હતો.


