° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


ગેઇલ-સૅમ્યુલ્સ સામે કિવીઓ સુપરફ્લૉપ

02 October, 2012 05:18 AM IST |

ગેઇલ-સૅમ્યુલ્સ સામે કિવીઓ સુપરફ્લૉપ

ગેઇલ-સૅમ્યુલ્સ સામે કિવીઓ સુપરફ્લૉપ


કોલંબો : શ્રીલંકનો પછી કૅરિબિયનો સામેની ટાઇ બાદ સુપર ઓવરમાં કિવીઓ હારી ગયા હતા. સુપર ઓવરમાં ૧૮ રનના પડકારને ક્રિસ ગેઇલ અને માર્લન સૅમ્યુલ્સે આસાનીથી ઝીલીને વેસ્ટ ઇન્ડીઝને સેમી ફાઇનલમાં પહોંચાડવા માટેની આશા જીવંત રાખી હતી. એ પછીની મૅચમાં શ્રીલંકાએ ઇંગ્લૅન્ડને હરાવતાં વેસ્ટ ઇન્ડીઝનો સેમીમાં પ્રવેશ થયો હતો.

મુખ્ય મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ ૧૯.૩ ઓવરમાં માત્ર ૧૩૯ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ક્રિસ ગેઇલ (૩૦ રન, ૧૪ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના રન ટીમમાં હાઇએસ્ટ હતા. કીરૉન પોલાર્ડ બાવીસ બૉલમાં માત્ર ૨૮ રન બનાવી શક્યો હતો. ડગ બ્રેસવેલ અને ટિમ સાઉધીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડને ૧૪૦ રન બનાવીને થોડીઘણી આબરૂ બચાવવાનો મોકો હતો, પરંતુ એમાં એ નિષ્ફળ ગયું હતું અને મૅચ ટાઇ થઈ હતી. કિવીઓએ મોડે-મોડે ફૉર્મમાં આવેલા કૅપ્ટન રૉસ ટેલર (૬૨ નૉટઆઉટ, ૪૦ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા. માર્લન સૅમ્યુલ્સના છેલ્લા બૉલમાં ડગ બ્રેસવેલે બે રન બનાવવાના હતા, પરંતુ તે સબસ્ટિટ્યુટ ડ્વેઇન સ્મિથના થ્રોમાં રનઆઉટ થઈ ગયો હતો અને કૅરિબિયનો જેટલા ૧૩૯ રન બનતાં મૅચ ટાઇ થઈ હતી.

સ્પિનર સુનીલ નારાયણે ૨૦ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

કિવીઓ-કૅરિબિયનોની સુપર ઓવરમાં શું બન્યું?

ન્યુ ઝીલૅન્ડ

ન્યુ ઝીલૅન્ડે મુખ્ય મૅચમાં ચેઝ કર્યું હોવાથી એણે પહેલાં બૅટિંગ કરવાની હતી. રૉસ ટેલર અને બ્રેન્ડન મૅક્લમ બૅટિંગ માટે ઊતર્યા હતા. બોલિંગમાં માર્લન સૅમ્યુલ્સ હતો:

૦.૧ : સૅમ્યુલ્સે ટેલરને ફેંકેલો બૉલ વાઇડ પડતાં કિવીઓને એક રન મળ્યો

૦.૧ : સૅમ્યુલ્સના બૉલમાં ટેલરે બે રન લીધા

૦.૨ : સૅમ્યુલ્સના લેગ બાયમાં ટેલર એક રન દોડી ગયો

૦.૩ : સૅમ્યુલ્સના બૉલમાં મૅક્લમે એક રન બનાવ્યો

૦.૪ : સૅમ્યુલ્સના બૉલને ટેલરે સ્કૂપમાં શૉર્ટ ફાઇન પરથી બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલીને ચાર રન મેળવ્યા

૦.૫ : સૅમ્યુલ્સના બૉલમાં ટેલરે સિક્સર ફટકારી

૦.૬ : સૅમ્યુલ્સના બૉલમાં ટેલરે બે રન બનાવ્યા

ન્યુ ઝીલૅન્ડે સુપર ઓવરમાં ૧૭ રન બનાવ્યા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા ૧૮ રનનો ટાર્ગેટ મળ્યો.

વેસ્ટ ઇન્ડીઝ

૧૮ રનનો લક્ષ્યાંક ચેઝ કરવા ક્રિસ ગેઇલ અને માર્લન સૅમ્યુલ્સ મેદાન પર ઊતર્યા હતા. ટિમ સાઉધી બોલર હતો:

૦.૧ : સાઉધીના નો બૉલમાં ગેઇલે સિક્સર ફટકારી અને ત્યારે જ કિવીઓની હાર લખાઈ ગઈ. નો બૉલનો પણ એક રન મળ્યો અને ફ્રી હિટ પણ મળી

૦.૧ : સાઉધીના બૉલમાં ગેઇલ એક રન દોડી ગયો

૦.૨ : સાઉધીના બૉલમાં સૅમ્યુલ્સે બે રન બનાવ્યા

૦.૩ : સાઉધીના બૉલમાં સૅમ્યુલ્સે એક રન બનાવ્યો

૦.૪ : સાઉધીએ ગેઇલને વાઇડ ફેંક્યો જેમાં વિન્ડીઝને એક રન મળ્યો

૦.૪ : સાઉધીના બૉલમાં ગેઇલે એક રન લીધો

૦.૫ : સાઉધીના બૉલમાં સૅમ્યુલ્સે સિક્સર ફટકારી

વેસ્ટ ઇન્ડીઝે સુપર ઓવરના પાંચ બૉલમાં ૧૯ રન બનાવીને મૅચ જીતી લીધી

ચૅમ્પિયન આઉટ : સેમીમાં કોણ સામસામે?

શ્રીલંકા (૬ વિકેટે ૧૬૯)એ ગઈ કાલે ગયા વખતના વિજેતા ઇંગ્લૅન્ડ (૯ વિકેટે ૧૫૦)ને ૧૯ રનથી હરાવી દીધું હતું. મૅચવિનર મલિન્ગાએ ૩૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી. સમિત પટેલના ૬૭ રન એળે ગયા હતા. સેમીમાં શ્રીલંકા સામે ભારત અથવા પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે ઑસ્ટ્રેલિયા આવી શકે.


02 October, 2012 05:18 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

કોરોના કેર, આઠ ખેલાડી આઉટ, ચારનું ડેબ્યુ

કોરોના પૉઝિટિવ કૃણાલ પંડ્યા ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટી૨૦ સિરીઝમાંથી થયા બહાર, બીજી ટી૨૦માં દેવદત્ત પડિક્કલ, રિતુરાજ ગાયકવાડ, નીતિન રાણા અને ચેતન સાકરિયાને મળ્યો પહેલી વાર મોકો

29 July, 2021 03:37 IST | Mumbai | Agency
ક્રિકેટ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

૧૯૮૨માં સાઉથ આફ્રિકાની રિબેલ ટૂરમાં સામેલ થતા તેમના પર ત્રણ વર્ષનો બૅન મુકાવામાં આવ્યં હતો અને તેમના કરિયરનો અંત આવી ગયો હતો.   

28 July, 2021 02:54 IST | Mumbai | Agency
ક્રિકેટ

ટીમ ઇન્ડિયાએ શરૂ કરી ટ્રેઇનિંગ, પંત જોડાયો

ભારતીય ટીમ આ પહેલાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસની એક વૉર્મઅપ મૅચ પણ રમી હતી જે ડ્રૉ ગઈ હતી.

28 July, 2021 02:50 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK